ખેરગામ તાલુકાના એથ્લેટીકસ ખેલાડીઓએ 42 મી ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટીકસ ચેમ્પિયન્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા.

SB KHERGAM
0

        

ખેરગામ તાલુકાના એથ્લેટીકસ  ખેલાડીઓએ 42 મી ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટીકસ ચેમ્પિયન્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા.

તારીખ : 16/17/12/2023 ના રોજ વડોદરા માંજલપોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી 42 મી ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટીકસ ચેમ્પિયન્સમાં ત્રણ મિત્રોએ ભાગ લીધો હતો. જેમાં બહેજ પ્રા. શાળાના ઉપશિક્ષક શ્રી પ્રવિણભાઈ પટેલ નાધઈ વાળી ફળિયાના નિવૃત્ત ST કર્મચારી શ્રી બાબુભાઈ એસ પટેલ તથા ખેરગામ કુમારશાળાના નિવૃત્ત શિક્ષક શ્રી મણિલાલભાઈ લલ્લુભાઈ પટેલે ભાગ લીધો હતો. 

જેમાં પ્રવિણભાઈ પટેલે 400 મી. દોડ 800 તથા લાંબીકૂદની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા તથા બાબુભાઈ પટેલે 400 મી. દોડ તથા 800મી દોડની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી  બે ગોલ્ડ મેડલ તથા લાબીકૂદમા 3 નંબરે વિજેતા બની બોન્ઝ મેળવ્યા હતા. 

મણિલાલ ભાઈ પટેલે  પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી  ત્રણે રમતમાં ચોથો નંબર મેળવ્યો હતો. આમ ત્રણે ખેલાડીઓએ ખૂબ જ સુંદર દેખાવ કરી ગામ તથા તાલુકાનું નામ રોશન કર્યું હતું.

હવે ફેબ્રુઆરી મહિનામાં નેશનલ લેવલે રમવા પૂના જશે.





Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top