ખેરગામ તાલુકાની નારણપોર ગામ સ્થિત નારણપોર પ્રાથમિક શાળા ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી નિમિત્તે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી. જેમા શાળાના ધોરણ ૬થી૮ ના વિદ્યાર્થી ભાઈ બહેનોએ શિક્ષક બની ધોરણ ૧ થી ૮ મા શિક્ષણ કાર્ય કર્યું હતું. સૌ પ્રથમ પ્રાર્થના સંચાલન બાદ દરેક વિદ્યાર્થી મિત્રોએ સુંદર શિક્ષણ કાર્ય કરાવ્યું હતું. એક દિવસ માટે શિક્ષક બનવાનો અનેરો આનંદ મેળવ્યો હતો.