આજરોજ તારીખ ૩૧-૦૭-૨ ૦૨૩નાં દિને વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તારીખ 26.07.23ના રોજ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ત્યાર બાદ તારીખ.27.07.2023 ના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવી અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હતા.જેમાં માત્ર 14 ઉમેદવારે ઉમેદવારી ફોર્મ સાચા હતા જેમને નિશાન ની ફાળવણી કરવામાં આવી...તેમજ ધોરણ 5થી 8 માં બધા ઉમેદવારો એ પ્રચાર કર્યો... તથા આ માટે વિવિધ પ્રિસાઇડિંગ ઓફિસર,પોલિગ ઓફિસર, પટાવાળા, પોલીસ ની નિમણુંક કરવામાં આવી.
મતદાન માટે ધોરણ 5 થી 8 ના બાળકોની મતદાર યાદી તૈયાર કરવામાં આવી એને ત્યારબાદ તારીખ.31.07.23 ના રોજ બાળ સંસદ ની ચૂંટણી યોજવામાં આવી જેમાં મહા મંત્રી અને ઉપમહામંત્રી નક્કી કરવામાં આવ્યા તે લોકો એક મિટિંગ કરી આખું મંત્રીમંડળ ની રચના કરી મંત્રી અને ઉપમંત્રી ની નિમણુક કરવામાં આવી હતી. તે લોકો ની વિવિધ ટુકડીના સભ્યો ની રચના કરી વિવિધ કામગીરી અંગે નો રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.. જેમાં મહામંત્રી અને ઉપમહામંત્રી ના કર્યો તેમજ મંત્રી ના કર્યો ની સમજણ આપવામાં આવી હતી... અંતે આજરોજ આ પ્રવુતિ થી બાળકોને ચૂંટણી પ્રક્રિયાની સમજ આપવામાં આવી... અંતે વિજેતા થયેલા ઉમેદવારોને હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું અને બધા બાળકોએ ઉત્સાહ થી એમને વધાવી લીધા હતા..