સાકાર વાંચન કુટીર કાકડવેરી મુકામે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.
ખેરગામ તાલુકાના કાકડવેરી મુકામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટીર ખાતે Rainbow warriors ધરમપુર તથા ગ્રામ પંચાયત કાકડવેરીના સંયુક્ત ઉપક્રમે 8 મી માર્ચ વિશ્વ મહિલા દિનની ઉજવણી નિમિત્તે સમાજ માટે વિશિષ્ઠ યોગદાન આપનાર તથા ગામની ઉચ્ચ શૈ.સિદ્ધિ પ્રાપ્ત કરેલ દીકરીઓને સન્માનવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયતના સદસ્ય સુમિત્રાબેન ગરાસીયાના હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ તથા સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર મયુરી રાજેશભાઈ થોરાટ (ગ્રામસેવક), ઉન્નતિબેન મકનભાઈ પટેલ (બી.એ.એમ.એસ) અંજલી સુરેશભાઈ ગરાસીયા (એમ ફાર્મ)નું શાલ ઓઢાડી પુષ્પ છોડ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ઉર્મિલાબેન હરિલાલભાઈ પટેલ (નિવૃત્ત પ્રોગ્રામ ઓફિસર) સુમિત્રાબેન ગરાસીયા (જિલ્લા પંચાયત સદસ્ય) મંજુલાબેન ગરાસીયા (ટીચર) કલ્પનાબેન ગરાસીયા (ટીચર) હેમીનાબેન ગરાસીયા (ટીચર) ચંદ્રિકાબેન ગરાસીયા( ટીચર) ઉર્મિલાબેન શંભુભાઈ કેદારીયા (ટીચર) નિર્મળાબેન (ડેરીના પ્રમુખ) તરુલતાબેન, રંજનબેન કેદારીયા (નિવૃત્ત ટીચર) વગેરેનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું