કામરેજના માનનીય ધારાસભ્ય શ્રી પ્રફુલ પાનસેરિયા નનસાડ શાળાની મુલાકાત લઈ વિધાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા.

SB KHERGAM
0

 


શિક્ષણમંત્રી શાળાની મુલાકાતે પહોંચ્યા,વિદ્યાર્થીઓના નખ કાપ્યાં

શુક્રવારે  વિધાનસભાના રાજ્યમંત્રી અને કામરેજ વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી પ્રફુલ પાનસેરીયા કામરેજ વિસ્તારમાં આવેલી નનસાડ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની મુલાકાતે પહોંચ્યા હતા. દરમિયાન શિક્ષણમંત્રીએ પોતાના સન્માન માટે આપવામાં આવેલી શાલ શિક્ષકોને ઓઢાડી શિક્ષકોનું વિશેષ સન્માન કર્યુ હતુ. વર્ગખંડની મુલાકાત વેળાએ વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. મધ્યાહ્ન ભોજનની મુલાકાત લઇ ખુદ ભોજન જમ્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓના સ્વાસ્થયની કાળજી રાખતા તેમના નખ કાપ્યા હતા. શિક્ષણમંત્રીએ જણાવ્યુ હતુ કે, અંતરિયાળ ગામડામાં પણ શિક્ષકો શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવી રહ્યા છે. તેથી જ શિક્ષકોનું શાલ ઓઢાડી સન્માન કરું છું.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top