ખેરગામ : ૪૩મી નેશનલ માસ્ટર્સ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપ ૨૦૨૩ કલકત્તા ખાતે ૧૪થી ૧૯ ફેબ્રુઆરી દરમિયાન રમાનાર છે. જેમાં નવસારી જિલ્લા માસ્ટર્સ એથ્લેટીક્સ એસોસિએશનના ૯ એથ્લેટીકો વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધામાં દેશભરમાંથી ૨૬ જેટલા રાજ્યોના એથ્લેટીકો ભાગ લઇ રહ્યા છે. ગુજરાત રાજ્ય વતી નવસારી જિલ્લાના નવસારી માસ્ટર્સ એસોસિએશનના પ્રમુખ નવનીત પટેલ, ઉપપ્રમુખ કાંતિ પટેલ, એરૂ ગામના હિતેષ પટેલ (મામુ) તથા હિરેન પટેલ ) તેમજ હરીષ ટંડેલ, અરૂણ નાયક (બીલીમોરા), હર્ષદ દેસાઇ (કછોલી), ઇમરાન મલેક (બીલીમોરા), બાબુભાઇ પટેલ (ખેરગામ) જેવા માસ્ટર્સ એથ્લેટીકો વિવિધ સ્પાર્ધામાં ભાગ લેશે. આ તમામ એથ્લેટીકોને જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ તેમજ આ તમામ એથ્લેટીકોનો સ્પોન્સર સુરેશભાઇ જોગીએ શુભેચ્છા પાઠવી હતી.
નવસારી જિલ્લાના ૯ એથ્લીટ્સ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
February 14, 2023
0
Tags
Share to other apps